કોંગ્રેસ ના યુવરાજ રાહુલ ગાંધી  અને તેમની ગફલતો થી આપણે અજાણ્યા નથી. સોમનાથ મંદિર ના બિનહિંદુઓ માટેના રજિસ્ટરમાં રાહુલ ગાંધીના નામ ની નોંધણી ના વિવાદથી રાજકારણમાં ધર્મની ભૂમિકા ચર્ચા નો મુદ્દો બન્યો છે. બુદ્ધિજીવીઓ (જે કોંગ્રેસ સમર્થકો પણ છે.)  દલીલ કરે છે કે ધર્મ એ વ્યક્તિગત મુદ્દો છે અને રાહુલ ની કોઈ પણ ધર્મ માં શ્રદ્ધા એ તેમનો અંગત મામલો છે. રાહુલ ના સમર્થકો એ  વિવાદ માટે સાંપ્રદાયિક પક્ષો ને જવાબદાર ઠરાવ્યાં છે. પરંતુ મારા મતે રાહુલ ગાંધી ના બચાવ માટે ની આ બધી દલીલો પોકળ અને દંભી જ નહીં પણ નીચેના કારણોસર ભ્રામક પણ છે.

પ્રથમ તો જે વિસ્તાર થી રાહુલ નાં મંદિર દર્શન મીડિયા માં કવર થઈ રહ્યા છે, દેખીતી રીતે રાહુલ અને તેમના સલાહકારો  મંદિર દર્શન ને પોતાના રાજનીતિક લાભ માટે નું સાધન માત્ર ગણે છે.

બીજું, જો રાહુલ ની ધર્મશ્રદ્ધા મહત્વહીન હોય તો શા માટે કોંગ્રેસ ના પ્રવક્તાઓ રાહુલ ને હિન્દુ સાબિત કરવા માટે તલપાપડ થઈ રહ્યાં છે? એક પાર્ટી પ્રવક્તાએ તો આગળ વધી ને રાહુલ ને હિન્દુ જ નહીં પણ જનેઉધારી બ્રાહ્મણ ઘોષિત કરી દીધાં છે. શું કોંગ્રેસ ના મતે બીજા બધાં હિન્દુઓ જનેઉધારી હિન્દુઓ કરતાં હીન છે? શું રાહુલે પોતાની ધર્મશ્રદ્ધા જાહેર કરી આ બધી અટકળો નો અંત ન લાવવો જોઈએ? છેવટે, બિન-હિન્દુ હોવું કંઇ ખોટું થોડી છે. ભારતનું બંધારણ દરેક નાગરિકને કોઈપણ ધર્મનું પાલન કરવાનો અધિકાર આપે છે અને ભારત ની પ્રજા પણ બધાં જ ધર્મ નાં નેતાઓ ને ખુલ્લા દિલ થી અપનાવે છે. ભારતીયો એ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામ ને પુષ્કળ પ્રેમ આપ્યો છે. અને ખરેખર, જો રાહુલ અને તેનો પરિવાર તેમની ધાર્મિક માન્યતાઓ વિશે સ્પષ્ટ હોત તો કોઈ સમસ્યા જ ન હોત. પણ કદાચ રાહુલ ગાંધી ભારતના બહુમતિ સમાજ ને અસહિષ્ણુ અને સંકુચિત માનતાં લાગે છે.

કૉંગ્રેસ સમર્થકો એવી દલીલ કરે છે કે  રાજકારણીઓ કે પ્રજા પ્રતિનિધિઓનો ધર્મ રાજનીતિક મુદ્દો ના હોવો જોઈએ, પરંતુ આ દલીલ થી તેઓ પોતાનાં જ પગ ઉપર કુહાડી મારી રહ્યાં છે કારણ કે દાયકાઓ થી તેઓ પ્રજા પ્રતિનિધિઓના ધર્મ ને અને એમાં પણ ખાસ કરી ને લઘુમતી સમુદાય ના ધર્મ ને મુદ્દો બનાવતાં આવ્યાં છે. શું હંમેશાં તેઓ સંસદ માં ભાજપ નાં મુસ્લિમ પ્રતિનિધિઓ ની સંખ્યા નથી ગણાવતાં રહેતાં? શું આ લોકો યોગી આદિત્યનાથની ધાર્મિક માન્યતાઓ અને સિદ્ધાંતો પર બૉમ્બમારા  નથી કરતાં? શું આ લોકો નરેન્દ્ર મોદી ની ગંગા આરતી ની ટીકા નથી કરતાં??

આજે પોતાની સગવડ માટે ધર્મ મહત્વ નો નથી તેમ કહે છે, કાલે કહેશે કે દલિત આરક્ષણ શા માટે ? જ્ઞાતિ મહત્વની નથી. આવું જ કંઇક રોહિત વેમુલા માટે આ લોકો કરી ચૂક્યા છે, જયારે લોકોએ  રોહિત ખરેખર દલિત છે કે કેમ એ પ્રશ્ન ઉઠાવ્યો તો બુદ્ધિજીવીઓ એ એક વિચિત્ર દલીલ આગળ ધરી હતી કે જ્ઞાતિ એ ‘સ્વ-ઓળખ’ છે. શું દલિતો એ સ્વયં પોતાને દલિત અને પછાત રાખ્યા છે?? દલિતો નાં જ્ઞાતિ આધારિત ભેદભાવો ને તુચ્છ ગણાવીને દલિતોનું અપમાન કર્યું હતું.

ધર્મનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી કારણ કે ધર્મ એક અંગત બાબત છે એ ખાલી બકવાસ છે. વ્યક્તિની શ્રદ્ધા વ્યક્તિગત હોઈ શકે છે, પરંતુ ધર્મ સામાજિક રચના છે અને અન્ય કોઈપણ સામાજિક રચનાની જેમ તે રાજકીય પણ છે. આજ ના આધુનિક સમાજ માં ધર્મ શ્રદ્ધા નું મહત્વ જરાય ઓછું નથી થયું. ધાર્મિક માન્યતાઓને વૈજ્ઞાનિક આધારે અર્થહીન અથવા અતાર્કિક ગણવામાં આવે તોપણ ધર્મ એ માનવ-અસ્તિત્વનું એક મહત્વ નું અંગ છે એ નકારી ન શકાય. અલૌકિક દંતકથાઓ, માન્યતાઓ અને આધ્યાત્મિક રચનાઓ માનવ સમાજની સ્થિરતામાં મહત્વની ભૂમિકાભજવતાં ના હોત તો તેઓ આજ દિવસ સુધી લોકસ્મૃતિ માં બચી ના શક્યા હોત. ધર્મ દરેક યુગ ની માનવ સંસ્કૃતિ અને સમાજમાં અસ્તિત્વ ધરાવતો રહ્યો છે.

 રાજકારણ એ એક સામાજિક પ્રવૃત્તિ છે જ્યાં જ્ઞાતિ, ધર્મ, પ્રાદેશિકતા એ તમામ આવશ્યક પરિબળો છે અને તેને રાજકારણ થી અલગ રાખવાનું શક્ય જ નથી. રાજકારણ નિશ્ચિતપણે માનવ જીવનના અન્ય પાસાંઓ સાથે સંકળાયેલું છે, જેમાં ધર્મ પ્રબળ છે. રાજકારણ એ સમાજ નાં નૈતિક મૂલ્યો થી ચાલે છે અને સમાજ નાં મૂલ્યો એનાં ધાર્મિક સિદ્ધાંતો પર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે એક સમાજ માં સ્ત્રીઓને પૂરતી સ્વતંત્રતા મળે છે અને એક સમાજ માં એમને બંધન માં રાખવામાં આવે છે. આ વાત સારાં-ખરાબ ની નહીં પણ સમાજ માં ધર્મ ની અસર ની છે.

 એટલે જ બુદ્ધિજીવીઓ ની દલીલ કે રાજકીય બાબતમાં ધર્મ નું કોઈ સ્થાન ના હોય તે શેખચિલ્લી ના વિચારો થી વધારે કંઇ જ નથી, જો કે એ આશ્ચર્યજનક નથી કારણ કે બુદ્ધિજીવીઓ દુનિયાને પોતાની કાલ્પનિક દ્રષ્ટિથી જુએ છે અને વાસ્તવિક દુનિયા તેમને જોવી ગમતી નથી.

Disclaimers – This article has been translated in Gujarati with permission of author (Abhinav Prakash @Abhina_Prakash) and Publisher Swarajya (@SwarajyaMag)

Translated by : Kalpesh & Ekita

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.